ગુજરાત ટાઇટન્સે છમાંથી ચાર મેચ જીતી પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને
મુંબઈ ઇન્ડિયન્સ ત્રણ જીત અને ત્રણ હાર સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને
IPL 2023ની 35મી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરુ થશે. આ મેચમાં મુંબઈની ટીમ જીત તરફ વાપસી કરવા માંગશે. રોહિત શર્માની ટીમને છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ગુજરાત ટાઇટન્સે તેની છેલ્લી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 7 રને રોમાંચક જીત મેળવી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ રોમાંચક રહેશે.
ગત સિઝનની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ આ સિઝનમાં પણ ચેમ્પિયનની જેમ જ રમી રહી છે. તે છમાંથી ચાર મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. જયારે મુંબઈ ઈન્ડિયન્સ ત્રણ જીત અને ત્રણ હાર સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. બંને ટીમો સારી લયમાં જોવા મળી રહી છે.
આ મેદાનની પીચ બેટ્સમેનો માટે વધુ અનુકુળ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે વધુ અનુકુળ હોય છે. આ પીચ પર ફાસ્ટ બોલરો અને સ્પિનરોને પણ મદદ મળી શકે છે. અહીં આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી મેચોમાં ફાસ્ટ બોલરોએ બંને ઇનિંગ્સની શરૂઆતમાં જ વિકેટ લીધી છે. સ્પિનરોને પણ ઘણી વિકેટ મળી છે.
બંને ટીમોની સ્કોડ
ગુજરાત ટાઈટન્સ
હાર્દિક પંડ્યા (c), રિદ્ધિમાન સાહા (wkt), શુભમન ગિલ, વિજય શંકર, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહમદ, મોહિત શર્મા, જયંત યાદવ, જોશુઆ લિટલ, શિવમ માવી, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, શ્રીકર ભરત, સાઈ સુદર્શન, અલઝારી જોસેફ, પ્રદીપ સાંગવાન, મેથ્યુ વેડ, દાસુન શનાકા, ઓડિયન સ્મિથ, દર્શન નલકાંડે, ઉર્વીલ પટેલ, યશ દયાલ
મુંબઈ ઇન્ડિયન્સ
રોહિત શર્મા (c), ઈશાન કિશન (wkt), સૂર્યકુમાર યાદવ, કેમરન ગ્રીન, ટિમ ડેવિડ, તિલક વર્મા, હૃતિક શોકીન, અર્જુન તેંડુલકર, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, નેહલ વાઢેરા, રમનદીપ સિંહ, કુમાર કાર્તિકેય, શમ્સ મુલાની , વિષ્ણુ વિનોદ , રિલે મેરેડિથ , સંદીપ વોરિયર , ડુઆન જેન્સેન , ટ્રિસ્ટન સ્ટબ્સ , ડીવાલ્ડ બ્રેવિસ , આકાશ મધવાલ , અરશદ ખાન , રાઘવ ગોયલ
