ડમીકાંડ મામલે ભાવનગર પોલીસે 21 તારીખે યુવરાજસિંહની 9 કલાક લાંબી મેરેથોન પૂછપરછ કર્યા બાદ આઈપીસી ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યાર બાદ શનિવારે કોર્ટે યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની પણ સુરતથી ધરપકડ કરાઇ હતી. ત્યારે આ મામલે પોલીસે આરોપી કાનભા ગોહિલ પાસેથી રૂપિયા 38 લાખ રિકવર કરવામાં કર્યા છેયુવરાજસિંહના સાળાએ વટાણા વેર્યા:પોલીસ સમક્ષ કબૂલાત કરી કે 'અમે મારા ભાઈની ઓફિસે એક કરોડની ડીલ કરી હતી', પોલીસે 38 લાખ જપ્ત કર્યા
ભાવનગરએક કલાક પહેલા
0:47
ડમીકાંડ મામલે ભાવનગર પોલીસે 21 તારીખે યુવરાજસિંહની 9 કલાક લાંબી મેરેથોન પૂછપરછ કર્યા બાદ આઈપીસી ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યાર બાદ શનિવારે કોર્ટે યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની પણ સુરતથી ધરપકડ કરાઇ હતી. ત્યારે આ મામલે પોલીસે આરોપી કાનભા ગોહિલ પાસેથી રૂપિયા 38 લાખ રિકવર કરવામાં કર્યા છે.
38 લાખની રિકવરી કરાઈ
ડમીકાંડને ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હવે ખુદ ડમીકાંડમાં ફસાયો છે. ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ, તેના બે સાળા અને બિપિન ત્રિવેદી સહિત છ લોકો સામે ખંડણી અને કાવતરા સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાંથી ચારની ધરપકડ કરી લેવામાં આવી છે. યુવરાજસિંહે પ્રેસ-કોન્ફરન્સમાં નામ જાહેર ન કરવા માટે પ્રકાશ દવે ઉર્ફે પી.કે. દવે પાસેથી 45 લાખ રૂપિયા અને પ્રદીપ બારૈયા પાસેથી 55 લાખ રૂપિયા ધમકી આપી લીધા હોવાનું પોલીસે ફરિયાદમાં જણાવ્યું છે. હવે આ મામલે પોલીસે ડીલ થયા પ્રમાણે યુવરાજસિંહે સ્વીકારેલાં નાણાં તેના સાળા કાનભાને આપ્યા હતા અને એ નાણા કાનભાએ તેના મિત્રના ઘરે બેગમાં રાખ્યા હતા. એમાથી SITની ટીમે 38 લાખની રિકવરી કરી સરકારી પંચોને સાથે રાખી પંચનામું કર્યું છે.
યુવરાજસિંહના સમર્થનમાં આવી કરણીસેના, 26 એપ્રિલે તમામ જિલ્લાઓમાં આવેદન આપવા અપીલ...સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો
કાનભાએ તેના મિત્રના ઘરે રૂપિયા ભરેલો થેલો મૂક્યો હતોપોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે યુવરાજસિંહના સાળા કાનભાને સુરતથી ઝડપી ભાવનગર લાવી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે યુવરાજસિંહની તા.5-4-2023ની કોન્ફરન્સમા ડમી ઉમેદવાર કાંડમાં પ્રકાશકુમાર ઉર્ફે પી.કે. તથા પ્રદીપ બારૈયાનું નામ ન લેવા તેમની પાસેથી ઘનશ્યામ લાધવા તથા બિપિન ત્રિવેદી મારફત 1 કરોડ રૂપિયાની માગણી કરાઇ હતી, જેની ડીલ તેના ભાઇ શિવુભાની ઓફિસે તા.12-4-2023ના રોજ થઇ હતી, જેનાં નાણાં તેમણે લીધા હતા એ તેના મિત્ર જીત હિતેન્દ્રભાઇ માંડવિયા (રહે. રૂપાણી સર્કલ ભાવનગર)ના ઘરે મૂકવામાં આવ્યાં હતાં. એ જગ્યાએ તપાસ કરતાં SITને એક બેગમાંથી રૂપિયા 38 લાખ મળ્યા હતા, જે રિકવર કરવામા આવ્યા છે.
કમિશન પેટે 10 ટકા લેખે રૂપિયા 10 લાખ લીધા હતા
પોલીસે કાનભાની ડીપમાં પૂછપરછ કરતાં એવું પણ જાણવા મળ્યું કે આ 1 કરોડ બળજબરીથી કઢાવી આપવા મધ્યસ્થીની ભૂમીકા ભજવનાર ઘનશ્યામ લાધવા તથા બિપિન ત્રિવેદીને કમિશન પેટે 10 ટકા લેખે રૂપિયા 10 લાખ જે બંનેના ભાગે પાંચ-પાંચ લાખ રૂપિયા કાનભાના ભાઇ શિવુભાએ આપેલા છે. મહત્ત્વનું છે કે ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદી હાલ તા.29 એપ્રિલ સુધીના રિમાંડ પર છે.
યુવરાજસિંહના સાળાએ વટાણા વેર્યા:પોલીસ સમક્ષ કબૂલાત કરી કે 'અમે મારા ભાઈની ઓફિસે એક કરોડની ડીલ કરી હતી', પોલીસે 38 લાખ જપ્ત કર્યા
ભાવનગરએક કલાક પહેલા
0:47
ડમીકાંડ મામલે ભાવનગર પોલીસે 21 તારીખે યુવરાજસિંહની 9 કલાક લાંબી મેરેથોન પૂછપરછ કર્યા બાદ આઈપીસી ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યાર બાદ શનિવારે કોર્ટે યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની પણ સુરતથી ધરપકડ કરાઇ હતી. ત્યારે આ મામલે પોલીસે આરોપી કાનભા ગોહિલ પાસેથી રૂપિયા 38 લાખ રિકવર કરવામાં કર્યા છે.
38 લાખની રિકવરી કરાઈ
ડમીકાંડને ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હવે ખુદ ડમીકાંડમાં ફસાયો છે. ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ, તેના બે સાળા અને બિપિન ત્રિવેદી સહિત છ લોકો સામે ખંડણી અને કાવતરા સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાંથી ચારની ધરપકડ કરી લેવામાં આવી છે. યુવરાજસિંહે પ્રેસ-કોન્ફરન્સમાં નામ જાહેર ન કરવા માટે પ્રકાશ દવે ઉર્ફે પી.કે. દવે પાસેથી 45 લાખ રૂપિયા અને પ્રદીપ બારૈયા પાસેથી 55 લાખ રૂપિયા ધમકી આપી લીધા હોવાનું પોલીસે ફરિયાદમાં જણાવ્યું છે. હવે આ મામલે પોલીસે ડીલ થયા પ્રમાણે યુવરાજસિંહે સ્વીકારેલાં નાણાં તેના સાળા કાનભાને આપ્યા હતા અને એ નાણા કાનભાએ તેના મિત્રના ઘરે બેગમાં રાખ્યા હતા. એમાથી SITની ટીમે 38 લાખની રિકવરી કરી સરકારી પંચોને સાથે રાખી પંચનામું કર્યું છે.
યુવરાજસિંહના સમર્થનમાં આવી કરણીસેના, 26 એપ્રિલે તમામ જિલ્લાઓમાં આવેદન આપવા અપીલ...સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો
કાનભાએ તેના મિત્રના ઘરે રૂપિયા ભરેલો થેલો મૂક્યો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે યુવરાજસિંહના સાળા કાનભાને સુરતથી ઝડપી ભાવનગર લાવી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે યુવરાજસિંહની તા.5-4-2023ની કોન્ફરન્સમા ડમી ઉમેદવાર કાંડમાં પ્રકાશકુમાર ઉર્ફે પી.કે. તથા પ્રદીપ બારૈયાનું નામ ન લેવા તેમની પાસેથી ઘનશ્યામ લાધવા તથા બિપિન ત્રિવેદી મારફત 1 કરોડ રૂપિયાની માગણી કરાઇ હતી, જેની ડીલ તેના ભાઇ શિવુભાની ઓફિસે તા.12-4-2023ના રોજ થઇ હતી, જેનાં નાણાં તેમણે લીધા હતા એ તેના મિત્ર જીત હિતેન્દ્રભાઇ માંડવિયા (રહે. રૂપાણી સર્કલ ભાવનગર)ના ઘરે મૂકવામાં આવ્યાં હતાં. એ જગ્યાએ તપાસ કરતાં SITને એક બેગમાંથી રૂપિયા 38 લાખ મળ્યા હતા, જે રિકવર કરવામા આવ્યા છે.
કમિશન પેટે 10 ટકા લેખે રૂપિયા 10 લાખ લીધા હતા
પોલીસે કાનભાની ડીપમાં પૂછપરછ કરતાં એવું પણ જાણવા મળ્યું કે આ 1 કરોડ બળજબરીથી કઢાવી આપવા મધ્યસ્થીની ભૂમીકા ભજવનાર ઘનશ્યામ લાધવા તથા બિપિન ત્રિવેદીને કમિશન પેટે 10 ટકા લેખે રૂપિયા 10 લાખ જે બંનેના ભાગે પાંચ-પાંચ લાખ રૂપિયા કાનભાના ભાઇ શિવુભાએ આપેલા છે. મહત્ત્વનું છે કે ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદી હાલ તા.29 એપ્રિલ સુધીના રિમાંડ પર છે.
શિવુભા પોલીસથી પકડથી બહાર
નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ગત તા. 24/4ના રોજ યુવરાજસિંહ, તેના બે સાળા શિવુભા અને કાનભા. આ ઉપરાંત ઘનશ્યામ લાધવા, બિપિન ત્રિવેદી અને રાજુ નામની એક અન્ય વ્યક્તિ સામે 386, 388, 120બી મુજબ ગુનો નોંધાયો હતો, જેમાંથી SITની ટીમે યુવરાજસિંહ, કાનભા, ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરી છે, જ્યારે રાજુ પોલીસ જાપતામાં છે અને શિવુભા પોલીસથી પકડથી બહાર છે.
'જે કૌભાંડ ખુલ્લાં કરવાની વાત કરતો હતો તે જ પાંજરામાં પુરાયો'
મહત્ત્વનું છે કે શુક્રવારે ભાવનગર આવેલા પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલે ડમીકાંડ અને યુવરાજસિંહને લઈ મોટું નિવેદન આપ્યું હતું. સી.આર.પાટીલે યુવરાજસિંહનું નામ લીધા વિના કહ્યું હતું કે આખા દેશે જોયું છે કે જે વ્યકિત પોતે કૌભાંડ ખુલ્લા કરવાની વાત કરતો હતો તે પોતે આજે પાંજરામાં પુરાયો છે અને કરોડો રૂપિયા ઉસેટી લીધા છે. આ મામલામાં યુવરાજસિંહ દ્વારા લેવામાં આવેલા રાજનેતાઓના નામને લઈ પણ પાટીલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ સુરતમાં નિવેદન કરતાં કહેવામાં આવ્યું હતું કે ડમીકાંડ મામલે જે સાચી માહિતી મળી એ બાબતે કામગીરી કરવામાં આવી છે અને હજી પણ કરવામાં આવશે, પરંતુ એનો મતલબ એ નથી કે સાચી માહિતી આપવાની સાથે અન્ય ગુનેગારો સાથે સેટલમેન્ટ કરી લેવામાં આવે.